R R Gujarat

મોરબીમાં ઘરેણાની ચોરીની પત્ની પર શંકા રાખી માર માર્યો, એસીડ નાખી મારી નાખવાની ધમકી

મોરબીમાં ઘરેણાની ચોરીની પત્ની પર શંકા રાખી માર માર્યો, એસીડ નાખી મારી નાખવાની ધમકી


મોરબીના નવલખી રોડ પર રહેતી પરિણીતાને પતિએ ગાળો આપી ઢીકા પાટું માર માર્યો હતો તેમજ સ્કૂટર લઇ નીકળ એટલે એસીડ નાખી મારી નાખવાની ધમકી આપ્યાની પોલીસ ફરિયાદ નોંધાવી છે મોરબી સીટી બી ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે
મૂળ પાટણ જીલ્લાના ગણેશપુરા હાલ મોરબીના નવલખી રોડ પર હરિપાર્ક સોસાયટીમાં રહેતા જાગૃતિબેન જ્લાજીભાઈ ઠાકોર (ઉ.વ.૩૫) નામની પરિણીતાએ આરોપી પતિ જલાજી કાનજી ઠાકોર રહે ગણેશપુરા તા. હારીજ પાટણ વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે આરોપી જલાજીએ પોતાના ઘરમાંથી ઘરેણાની ચોરી થઇ હતી જે અંગે પત્ની જાગૃતિબેન પર શંકા કરી ભૂંડા ગાળો આપી શરીરે ઢીકા પાટું માર માર્યો હતો અને રોડ પર સ્કૂટર લઇ નીકળ એટલે એસીડ નાખી મારી નાખવાની ધમકી આપી હતી મોરબી સીટી બી ડીવીઝન પોલીસે આરોપી પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે