R R Gujarat

હળવદના જુના દેવળિયા ગામની સીમમાં જુગાર રમતા છ ઝડપાયા

હળવદના જુના દેવળિયા ગામની સીમમાં જુગાર રમતા છ ઝડપાયા


જુના દેવળીયા ગામની સીમમાં જાહેરમાં જુગાર રમતા છ પત્તાપ્રેમીઓને ઝડપી લઈને હળવદ પોલીસે રોકડ રૂ ૧૮,૩૫૦ જપ્ત કરી છે
હળવદ પોલીસ ટીમે બાતમીને આધારે જુના દેવળિયા ગામની બામણીયા નામે ઓળખાતી સીમમાં વાડીના શેઢે રેડ કરી હતી જાહેરમાં જુગાર રમતા રસિકભાઈ અરજણભાઈ ભોરણીયા, અરવિંદભાઈ ઉર્ફે કાળુભાઈ મગનભાઈ ફેફર, ધીરૂભાઈ ઉર્ફે ખેરૂ અમરશીભાઈ અઘારા, જયંતીભાઈ લાભુભાઈ ભોરણીયા, શંકરભાઈ રામજીભાઈ ભોરણીયા અને બળદેવભાઈ જગજીવનભાઈ કાલરીયા એમ છને ઝડપી લઈને રોકડ રૂ ૧૮,૩૫૦ જપ્ત કરી જુગાર ધારા મુજબ કાર્યવાહી હાથ ધરી છે