R R Gujarat

હળવદના નવી જોગડ ગામે જાહેરમાં જુગાર રમતા ચાર ઝડપાયા

હળવદના નવી જોગડ ગામે જાહેરમાં જુગાર રમતા ચાર ઝડપાયા


નવી જોગડ ગામે મકાન પાસે જાહેરમાં જુગાર રમતા ચાર ઇસમોને ઝડપી લઈને પોલીસે રોકડ રૂ ૧૦,૩૨૦ જપ્ત કરી છે
હળવદ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન બાતમીને આધારે નવી જોગડ ગામે રેડ કરી હતી જ્યાં આરોપી ભરતભાઈ મજેઠીયાના મકાન પાસે જાહેરમાં જુગાર રમતા ભરત માવજીભાઈ મજેઠીયા, મહિપત પુંજાભાઈ ઝીન્ઝવાડિયા, રમેશ બચુભાઈ મહાલીયા અને કિશોર સોંડાભાઈ શંખેરીયા એમ ચારને ઝડપી લઈને રોકડ રૂ ૧૦,૩૨૦ જપ્ત કરી જુગાર ધારા મુજબ કાર્યવાહી હાથ ધરી છે