R R Gujarat

વાંકાનેર બાઉન્ડ્રી નજીક કોલ્ડ્રીંક બોટલોની બિલ્ટી બનાવી દારૂની હેરાફેરી, ૬૧ લાખનો દારૂ-બીયરનો જથ્થો જપ્ત

વાંકાનેર બાઉન્ડ્રી નજીક કોલ્ડ્રીંક બોટલોની બિલ્ટી બનાવી દારૂની હેરાફેરી, ૬૧ લાખનો દારૂ-બીયરનો જથ્થો જપ્ત

બે આરોપીઓને ઝડપી લઈને કુલ રૂ ૮૮,૧૧,૦૪૦ નો મુદામાલ જપ્ત કર્યો



વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી પોલીસે દારૂ ભરેલ આખો ટ્રક ઝડપી લીધો હતો અને ટ્રકમાંથી દારૂની ૪૮૯૬ બોટલ, બીયરના ૧૧,૪૩૬ ટીન સહીત ૬૧ લાખથી વધુનો દારૂ-બીયરનો જથ્થો, ટ્રક અને મોબાઈલ સહીત ૮૮.૧૧ લાખના મુદામાલ સાથે બે આરોપીને ઝડપી લીધા છે અન્ય બે આરોપીઓના નામ ખુલતા વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે


મોરબી પેરોલ ફર્લો સ્કવોડ ટીમને બાતમી મળી હતી કે અમદાવાદ તરફથી દારૂ ભરેલી ટ્રક રાજકોટ તરફ જવાની છે જેથી ટીમે વાંકાનેર બાઉન્ડ્રી નજીક વોચ ગોઠવી હતી અને બંધ બોડી ટ્રક UP 21 BN 8121 નીકળતા ટ્રકને રોકી તલાશી લીધી હતી જે ટ્રકમાંથી ભારતીય બનાવટનો ઈંગ્લીશ દારૂ અને બીયરનો જથ્થો વેચાણ અર્થે રાખી હેરાફેરી કરી કોલ્ડ્રીંકસની બોટલોની ખોટી બિલ્ટી, ઈ વે બીલ બનાવી રજુ કરી બિલ્ટી ખોટી હોવાનું જાણવા છતાં ખરા તરીકે ઉપયોગ કરી ઈંગ્લીશ દારૂની બોટલ અને બીયરના ટીન પર કંપનીએ લગાવેલ બેંચ નંબર અને બનાવટની તારીખ ચેકી ભૂસી નાખી રાજ્ય સેવકને ગેરમાર્ગે દોરી ઈંગ્લીશ દારૂની કાચની કંપની શીલપેક ૭૫૦ અને ૧૮૦ મિલીની અલગ અલગ બ્રાંડની કુલ બોટલ નંગ ૪૮૯૬ કીમત રૂ ૪૦,૪૦,૪૦૦ અને બીયરના ટીન નંગ ૧૧,૪૩૬ કીમત રૂ ૨૦,૬૦,૬૪૦ સહીત કુલ રૂ ૬૧,૦૧,૦૪૦ નો દારૂ અને બીયરનો જથ્થો મળી આવ્યો હતો
જેથી પોલીસે દારૂ અને બીયર જથ્થો તેમજ ૨ મોબાઈલ કીમત રૂ ૧૦,૦૦૦ બંધ બોડી ટ્રક કીમત રૂ ૨૫ લાખ, કોલ્ડ્રીંકસ બોક્સ નંગ ૭૦૦ કીમત રૂ ૨ લાખ સહીત કુલ રૂ ૮૮,૧૧,૦૪૦ નો મુદામાલ જપ્ત કરી આરોપી ટ્રક ડ્રાઈવર નૌશાદ આબિદ અફસર તુર્ક અને ટ્રક ક્લીનર કુંવરપાલ મહેશ યાદવ રહે બંને યુપી વાળાને ઝડપી લીધા છે અન્ય આરોપી માલ મોકલનાર ભાઈજાન અને માલ મંગાવનાર આરોપીઓ વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે