પીપળી ગામે શિવપાર્ક સોસાયટીના રહેણાંકમાં રેડ કરી પોલીસે દારૂની ૪૪ બોટલનો જથ્થો જપ્ત કરી મહિલા આરોપીને ઝડપી લીધી છે
મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન પીપળી ગામની સીમમાં શિવપાર્ક સોસાયટી ૦૨ માં રહેતા આરોપી ભારતીબેન અમિતભાઈ ગોહિલના મકાનમાં દારૂ રાખી વેચાણ કરતા હોવાની બાતમીને આધારે રેડ કરી હતી જ્યાં આરોપીના ભાડાના મકાનના રૂમમાં અલગ અલગ બ્રાન્ડની દારૂની બોટલ નંગ ૪૪ કીમત રૂ ૪૯,૪૦૦ નો મુદામાલ કબજે લઈને મહિલા આરોપી ભારતીબેન ગોહિલને ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
