R R Gujarat

મોરબીના ઇન્દિરાનગરમાં બે સ્થળેથી દારૂના જથ્થા સાથે એક ઝડપાયો, મહિલાનું નામ ખુલ્યું

મોરબીના ઇન્દિરાનગરમાં બે સ્થળેથી દારૂના જથ્થા સાથે એક ઝડપાયો, મહિલાનું નામ ખુલ્યું


મોરબીના ઇન્દિરાનગર વિસ્તારમાં પોલીસે બે સ્થળે અલગ અલગ રેડ કરી હતી જેમાં દારૂની ૧૯ બોટલ સાથે એક આરોપીને ઝડપી લીધો છે એક મહિલા આરોપીનું નામ ખુલતા વધુ તપાસ ચલાવી છે


મોરબી સીટી બી ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન બાતમીને આધારે ઇન્દિરાનગર અબાસની દુકાન સામે રેડ કરી હતી જ્યાં આરોપી મનસુખ હનાભાઈ ચાવડાને દારૂની ૧૨ બોટલ કીમત રૂ ૧૬,૮૦૦ ના મુદામાલ સાથે ઝડપી લીધો હતો બીજી રેડ ઇન્દિરાનગર ભક્તિનગર સોસાયટીના નાકે કરી હતી જ્યાં દારૂની ૦૭ બોટલ કીમત રૂ ૩૬૧૨ નો જથ્થો જપ્ત કર્યો છે અને મહિલા આરોપી કવિતાબેન ઉર્ફે કૈલાશબેન કિરણભાઈ ચાવડા વિરુદ્ધ ગુનો નોંધી તપાસ ચલાવી છે