ઢુવા માટેલ રોડ પરની ફેકટરીમા શ્રમિકના ચાર વર્ષના પુત્ર પાવડરના ઢગલામાં પડી જતા શ્વાસ રૂંધાઇ જતા મોત થયું હતું
મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ વાંકાનેરના ઢુવા માટેલ રોડ પર સત્તાધાર ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતા મુકેશભાઈ માવીના ચાર વર્ષના પુત્ર યોગેશ રમતા રમતા અકસ્માતે પાવડરના ઢગલા (કુંડી) માં પડી જતા શ્વાસ રૂંધાઇ જતા મોત થયું હતું વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે
