વાછ્કપર ગામની સીમમાં ૪૬ વર્ષના આધેડ વાડીએ કોઈ કારણોસર બેભાન થયા હતા અને બેભાન અવસ્થામાં મોત થયું હતું ટંકારા પોલીસે બનાવ અંગે વધુ તપાસ ચલાવી છે
ટંકારાના વાછ્કપર ગામના રહેવાસી રમેશભાઈ જેસાભાઈ પરમાર (ઉ.વ.૪૬) નામના આધેડ ગત તા. ૧ ના રોજ ગામની સીમમાં પોતાની વાડીએ હતા ત્યારે કોઈ કારણોસર બેભાન થઇ જતા સારવાર માટે મોરબીની હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસીને મરણ ગયેલ જાહેર કર્યા હતા ટંકારા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી તપાસ હાથ ધરી છે
