રાજપર રોડ પર શ્રમિક યુવાન પર અકસ્માતે ચેન કપાનો સ્ટ્રકચર પાઈપ માથે પડતા ગંભીર ઈજા પહોંચતા સારવારમાં મોત થયું છે બનાવની નોંધ કરી પોલીસે વધુ તપાસ ચલાવી છે
મૂળ બિહારના વતની અને હાલ મોરબીના રાજપર નજીક વિઝન પ્લાસ્ટિક કારખાનામાં કામ કરતા રમેશરામ મોશાફિરરામ (ઉ.વ.૪૦) વાળા શ્રમિક ગત તા. ૩૦ ના રોજ મજુરી કામ કરતા હતા અને મશીન ચેન કપાથી બોલેરો પીકઅપમાં ભરતા હતા ત્યારે ચેન કપાનું સ્ટ્રકચર તૂટી જતા સ્ટ્રકચરનો પાઈપ રમેશરામને માથામાં લાગતા ગંભીર ઈજા પહોંચતા મોરબી બાદ રાજકોટ સારવાર માટે ખસેડાયો હતો જ્યાં સારવારમાં મોત થયું હતું એ ડીવીઝન પોલીસે બનાવની નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
