વાંકાનેર બાઉન્ડ્રી નજીક પુરપાટ જતા કાર ચાલકે દંપતીને હડફેટે લીધું હતું જે અકસ્માતમાં પતિને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા મોત નીપજ્યું હતું અને પત્નીને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે ખસેડાઈ છે અકસ્માત બાદ કાર સ્થળ પર મૂકી ચાલક નાસી ગયો હતો
ચોટીલા તાલુકાના બોરીયાનેશ ગામે રહેતા ભારતીબેન હિમંતભાઈ ઉગરેજીયા (ઉ.વ.૩૬) કાર જીજે ૧૬ ડીએસ ૭૮૫૧ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૨૨ જુનના રોજ આરોપી કાર ચાલકે પોતાની કાર પુરઝડપે ચલાવી નીકળતા વાંકાનેર બાઉન્ડ્રી મહાદેવ હોટેલ સામે રાજકોટ અમદાવાદ હાઈવે પર ફરિયાદી ભારતીબેન અને પતિ હિમંતભાઈને હડફેટે લીધા હતા જે અકસ્માતમાં ફરિયાદીના પતિ હિમંતભાઈને માથાના ભાગે અને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા મોત થયું હતું અને ફરિયાદી ભારતીબેનને માથાના ભાગે અને શરીરે ઈજા પહોંચાડી કાર સ્થળ પર મૂકી કાર ચાલક નાસી ગયો હતો વાંકાનેર તાલુકા પોલીસે ફરાર કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે
