શનાળા રોડ પર આવેલ સ્પામાં પોલીસે રેડ કરી હતી જ્યાં સ્પામાંથી બીયરના ૦૩ ટીન તેમજ ગંજીપાનાંના ૨૪ પેકેટ અને ૧૦૦ કોન્ડોમનો જથ્થો મળી આવતા પોલીસે મુદામાલ કબજે લઈને ત્રણ આરોપીને ઝડપી લીધા હતા
મોરબી સીટી એ ડીવીઝન ટીમે બાતમીને આધારે શનાળા રોડ પર ધર્મેન્દ્ર પ્લાઝામાં ચોથા માળે આવેલ નોવા સપામાં રેડ કરી હતી જ્યાં સ્થળ પરથી બીયરના 3 ટીન કીમત રૂ ૬૬૦, ગંજીપાનાંના ૨૪ પેકેટ કીમત રૂ ૪૮૦ અને કોન્ડોમ નંગ ૧૦૦ મળીને કુલ રૂ ૧૧૪૦ નો મુદામાલ જપ્ત કર્યો હતો
આરોપી પ્રકાશ મહેશ પઠાણ રહે મોટાભેલા તા માળિયા, જયંત ગણેશ પારોરીયા રહે શનાળા રોડ વૈભવનગર મોરબી અને અનીનગ પૈહાનુંનગ રહે નાગાલેંડ એમ ત્રણ આરોપીને ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
