વઘાસીયા ટોલનાકા નજીક મહિલા રોડની સાઈડમાં ઉભી હતી ત્યારે રીક્ષા ચાલકે મહિલાને ઠોકર મારી અકસ્માત કર્યો હતો જેમાં મહિલાને ડાબી બાજુ કીડની અને આંતરડામાં ગંભીર ઈજા અને મણકામાં ફ્રેકચર ઈજા કરી હતી પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે
વાંકાનેરના તીથવા ગામના રહેવાસી વિક્રમભાઈ અવચરભાઈ વાઘેલાએ રીક્ષા જીજે ૦૭ યુયુ ૦૦૩૨ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૧૭ ના રોજ ફરિયાદીના પત્ની ગીતાબેન વિક્રમભાઈ વાઘેલા (ઉ.વ.૩૭) વાળા વઘાસીયા ટોલનાકા નજીક ઉભા હતા ત્યારે રીક્ષા ચાલકે પુરઝડપે ચલાવી ગીતાબેનને ઠોકર મારી હતી જે અકસ્માતમાં ગીતાબેનને ડાબી બાજુ કિડનીમાં અને આંતરડામાં ગંભીર ઈજા કરી હતી તેમજ મણકામાં ફ્રેકચર ઈજા અને શરીરે મુંઢ ઈજા કરી હતી વાંકાનેર સીટી પોલીસે રીક્ષા ચાલક વિરુધ ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે