R R Gujarat

મોરબીના સમય ગેટ નજીક હીટ એન્ડ રન : રાહદારીનું મોત નીપજાવી અજાણ્યો વાહનચાલક ફરાર

મોરબીના સમય ગેટ નજીક હીટ એન્ડ રન : રાહદારીનું મોત નીપજાવી અજાણ્યો વાહનચાલક ફરાર

મોરબીના શનાળા રોડ પર હીટ એન્ડ રનની ઘટના બની હતી જેમાં અજાણ્યા વાહન ચાલકે રાહદારીને ઠોકર મારતા આધેડનું મોત થયું હતું અને અકસ્માત બાદ વાહન ચાલક વાહન લઈને નાસી ગયો હતો
મધ્યપ્રદેશના વતની કાનજીભાઈ રમેશભાઈ ડામોરે અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ અકસ્માતની ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૧૭ જુનના રોજ અજાણ્યા વાહનચાલકે પોતાનું વાહન પુરઝડપે અને બેફિકરાઈથી ચલાવી નીકળતા શનાળા રોડ પર સમય ગેટ પાસે ફરિયાદીના ભાઈ ટીટુભાઈને હડફેટે લઈને ગંભીર ઈજા કરી મોત નીપજાવ્યું હતું અને અકસ્માત બાદ વાહન લઈને વાહનચાલક નાસી ગયો હતો મોરબી એ ડીવીઝન પોલીસે અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે