મોરબી સીટી એ ડીવીઝન અને બી ડીવીઝન પોલીસ મથક હદ વિસ્તારમાંથી બાઈક ચોરી કરનાર ઈસમને ઝડપી લઈને પોલીસે ત્રણ ગુના ડિટેકટ કર્યા છે આરોપી પાસેથી ચાર મોટરસાયકલ કબજે લઈને વધુ તપાસ ચલાવી છે
મોરબી એલસીબી ટીમ વાહનચોરીના ગુનાના ભેદ ઉકેલવા પેટ્રોલિંગમાં હોય દરમિયાન એક ઈસમને નંબર પ્લેટ વગરના એકટીવા સાથે ઝડપી લઈને જરૂરી કાગળો તેમજ આધાર પુરાવા માંગતા નહિ હોવાનું જણાવ્યું હતું કેથી મોટરસાયકલ ચોરી કે છલકપટથી મેળવ્યું હોવાનું લાગતા સઘન પૂછપરછ કરતા એકટીવા મોટરસાયકલ ઉપરાંત અન્ય ત્રણ બાઈક પોતાના મિત્ર હનીફ કાસમ સધવાણી સાથે મળીને મોરબી સીટી વિસ્તારમાંથી ચોરી કર્યાની કબુલાત આપી હતી જેથી આરોપી અલાઉદીન શમશેર શુભાન સધવાણી રહે લાતીપ્લોટ જોન્સનગર વાળાને ઝડપી લઈને આરોપીના મકાનેથી ચાર મોટરસાયકલ કીમત રૂ ૧,૪૦,૦૦૦ નો મુદામાલ કબજે લીધો છે અન્ય આરોપી હનીફ કાસમ સધવાણી રહે માળિયા માલાણી શેરી વાળાનં નામ ખુલતા વધુ તપાસ ચલાવી છે