ટંકારા તાલુકાના જબલપુર ગામે રહેતા ૩૫ વર્ષના યુવાનને ઘરે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં હાર્ટ એટેકથી યુવાનનું મોત થયાનું ખુલ્યું હતું
જબલપુર ગામે રહેતા નવનીતભાઈ સવજીભાઈ સાલાણી (ઉ.વ.૩૫) વાળા ગત તા. ૧૭ ના રોજ પોતાના ઘરે હોય ત્યારે છાતીમાં દુખાવો થતા ખાનગી વાહનમાં ટંકારાની હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાંથી વધુ સારવાર માટે એમ્બ્યુલન્સ મફત મોરબી સરકારી હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં સારવાર દરમિયાન હાર્ટ એટેકથી મોત થયું હતું ટંકારા પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે