R R Gujarat

મોરબીના વજેપરમાં ઘર પાસે છુટા પથ્થરના ઘા ઝીકી મહિલાને ઈજા, કારમાં નુકશાન

મોરબીના વજેપરમાં ઘર પાસે છુટા પથ્થરના ઘા ઝીકી મહિલાને ઈજા, કારમાં નુકશાન


મોરબીના વજેપર વિસ્તારમાં રહેતી મહિલાના ઘર પાસે આરોપીઓ ગાળો બોલતા હોવાથી ગાળો બોલવાની ના પાડી હતી જે સારું નહિ લાગતા બે ઇસમોએ મહિલાને ગાળો આપી છુટા પથ્થરના ઘા મારી માથામાં ઈજા કરી તેમજ ઘર પાસે પડેલી કારમાં નુકશાન કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી


મોરબીના વજેપર શેરી નં ૨૨ના રહેવાસી હિરલબેન દિલીપભાઈ કન્જારીયાએ આરોપીઓ રવિભાઈ ઉર્ફે બૂચિયો દેવજીભાઈ કોળી અને ગીરીશ નારણભાઈ કંજારીયા રહે બંને વજેપર મોરબી વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે આરોપીઓ ફરિયાદી હિરલબેનના ઘર પાસે ગાળો બોલતા હોવાથી ગાળો બોલવાની ના પાડી હતી જેથી સારું નહિ લાગતા ઢીકા પાટું માર મારી છુટા પથ્થર ઘા કરી હિરલબેનને ઈજા પહોંચાડી હતી તેમજ ફરિયાદીની ગાડી જીજે ૩૬ બી ૪૦૩૬ વાળી બહાર પડી હોય જેના પર પથ્થરના ઘા કરી નુકશાન કર્યું હતું અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી મોરબી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે