R R Gujarat

વાંકાનેરમાં ટ્રકમાં તાલપત્રી બાંધતા વીજતારને અડી જતા ટ્રકચાલકનું મોત 

વાંકાનેરમાં ટ્રકમાં તાલપત્રી બાંધતા વીજતારને અડી જતા ટ્રકચાલકનું મોત 

વાંકાનેરના પાડધરા ગામની સીમમાં ટ્રકની કેબીન પર ચડી તાલપત્રી બાંધતી વખતે ટ્રક ચાલક વીજતારને અડી જતા વીજશોક લાગતા મોત થયું હતું 

મૂળ કુતિયાણા હાલ સુત્રાપાડા તાલુકાના મોરડિયા ગામના રહેવાસી નેભાભાઇ હાજાભાઇ ઓડેદરા (ઉ.વ.૪૦) વાળા ગત તા. ૧૫ ના રોજ વાંકાનેર તાલુકાના પાડધરા ગામની સીમમાં હોટેલના ગ્રાઉન્ડમાં ટ્રક રાખી ટ્રકની કેબીન પર ચડી તાલપત્રી બાંધતા હતા જ્યાં ઉપરથી ૬૬ કેવી ઇલેક્ટ્રિક લાઈન પસાર થતી હોય જેને અડી જતા શોક લાગો હતો જેથી સારવાર માટે વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા પરંતુ સારવાર મળે તે પૂર્વ જ યુવાનનું મોત થયું હતું વાંકાનેર તાલુકા પોલીસે બનાવની નોંધ કરી તપાસ હાથ ધરી છે