R R Gujarat

વાંકાનેરના સરતાનપર નજીક ટ્રેલરની હડફેટે અજાણ્યા યુવાનનું મોત

વાંકાનેરના સરતાનપર નજીક ટ્રેલરની હડફેટે અજાણ્યા યુવાનનું મોત

 

વાંકાનેરના સરતાનપર ગામ નજીક ટ્રક ટ્રેલર ચાલકે અજાણ્યા પુરુષને હડફેટે લઈને ગંભીર ઇજા પહોંચાડી મોત નિપજાવી ટ્રેલર લઈને નાસી ગયો હતો વાંકાનેર તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે

વાંકાનેરના રાતાવીરડા ગામના સવશી જાદવ કુણપરાએ ટ્રક ટ્રેલર આરજે 52 જીબી 0147 ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. 12 જૂનના રોજ ટ્રક ટ્રેલર ચાલકે સરતાનપર ગામ પાસે પાધર વાળી ખાણ નજીક વાહન પુરજડપે ચલાવી નીકળતા અજાણ્યો પુરુષ આશરે 30 થી 35 વર્ષ વાળો ચાલીને જતો હતો જેને હડફેટે લેતા ગંભીર ઇજા પહોંચતા મોત થયું હતું અકસ્માત સર્જી ટ્રેલર લઈને ચાલક નાસી ગયો હતો વાંકાનેર તાલુકા પોલીસે ફરાર ટ્રેલર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે