R R Gujarat

મોરબી નજીકથી ટ્રકમાં કોલસાની આડમાં દારૂની હેરાફેરી, ૮૯ લાખના દારૂ સહીત ૧.૦૯ કરોડનો મુદામાલ જપ્ત  

મોરબી નજીકથી ટ્રકમાં કોલસાની આડમાં દારૂની હેરાફેરી, ૮૯ લાખના દારૂ સહીત ૧.૦૯ કરોડનો મુદામાલ જપ્ત  

એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન શનાળા ગામ નજીક મેડીકલ કોલેજ સામે રોડ પરથી કોલસાની બોરીની આડમાં ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરતા દારૂ ભરેલા ટ્રકને ઝડપી લઈને ૮૯ લાખની કિમતની કુલ દારૂની ૬૬૯૬ બોટલ અને અન્ય મુદામાલ સહીત ૧.૦૯ કરોડનો મુદામાલ પોલીસે જપ્ત કરી ફરાર ટ્રક ચાલક, ટ્રકના માલિક સહિતના આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે  

મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન કંડલા બાયપાસ તરફથી ટ્રક જીજે ૧૦ ઝેડ ૭૮૨૨ વાલી રાજકોટ તરફ જવાની છે જે ટ્રકમાં કોલસા નીચે ઈંગ્લીશ દારૂનો મોટો જથ્થો છુપાવી હેરાફેરી કરવામાં આવી રહી છે જે બાતમીને પગલે શનાળા ગામ નજીક રાજપર તરફ જવાના રસ્તે ટીમે વોચ ગોઠવી હતી અને ટ્રક પસાર થતા તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો જોકે ટ્રક રોકી નહિ જેથી ટ્રકનો પિછો કરતા ટ્રક ચાલકે શનાળા ગામથી આગળ રાજકોટ જતા હાઈવે પર મેડીકલ કોલેજ સામે રેઢું મૂકી ખેતરના રસ્તે નાસી ગયો હતો રેઢી પડેલ ટ્રકની તલાશી લેતા દારૂનો મસમોટો જથ્થો મળી આવ્યો હતો 

ટ્રકમાંથી ઈંગ્લીશ દારૂની રોયલ સ્ટગ વ્હીસ્કીની ૧૬૬૮ બોટલ કીમત રૂ ૨૫,૦૨,૦૦૦ રોયલ ચેલેન્જ વ્હીસ્કીની ૩૯૭૨ બોટલ કીમત રૂ ૫૧,૬૩,૬૦૦ મેજિક મોમેન્ટ વોડકાની ૧૦૫૬ બોટલ કીમત રૂ ૧૨,૬૭,૨૦૦ ટ્રક જીજે ૧૦ ઝેડ ૭૮૨૨ કીમત રૂ ૨૦ લાખ, કોલસાની ભૂકી ભરેલ બોરીઓ નંગ ૧૦૦ તેમજ ટ્રકના કાગળોની ફાઈલ, આરસીબૂક સહીત કુલ રૂ ૧,૦૯,૩૨,૮૦૦ ની કિમતનો મુદામાલ જપ્ત કર્યો છે એ ડીવીઝન પોલીસ મથકમાં ફરાર ટ્રક ડ્રાઈવર, ટ્રકનો માલિક, ઈંગ્લીશ દારૂનો જથ્થો ભરી આપનાર અને દારૂનો જથ્થો મંગાવનાર વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ મુજબ ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે