વાંકાનેરના રાતીદેવડી ગામે નદીના કાંઠે આરોપીએ પોતાના ખેતરમાં ગાંજાનું વાવેતર કર્યું હતું પોલીસે બાતમીને આધારે દરોડો કરી સ્થળ પરથી ગાંજાના છોડ, ગાંજો સહિત 1.16 લાખના મુદામાલ સાથે એકની ધરપકડ કરી છે
એસઓજી પીએસઆઈ કલ્યાણભાઇ રામભાઈ મેસરિયાએ આરોપી બચું રાણા સાકરીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે આરોપી રાતીદેવડી ગામે આસોઈ નદીના કાંઠે પોતાના ખેતરમાં ગાંજાનું વાવેતર કરી છોડને વાંઢી કાપી સૂકવી વેચાણ કરવાની તૈયારી કરતો હતો એસઓજી ટીમે રેડ કરતાં મૂળ સહિતના અર્ધ સુકાયેલ ગાંજાના છોડ નંગ 190 વજન 5 કિલો 605 ગ્રામ કિમત રૂ 56,050 વનસ્પતિ જન્ય માદક પદાર્થ ગાંજા ડાંખળા પાંદડા વજન 6 કિલો 055 ગરતાં કિમત રૂ 60,550 મળી કુલ વજન 11 કિલો 660 ગ્રામ કિમત રૂ 1,16,600 નો મુદામાલ કબજે લઈને આરોપી બચું સાકરીયાને દબોચી લઈને વધુ તપાસ ચલાવી છે