R R Gujarat

હળવદના પ્રતાપગઢ નજીક રિક્ષા પલટી જતાં મહિલાનું મોત, બાળક સહિત 3 ને ઇજા

હળવદના પ્રતાપગઢ નજીક રિક્ષા પલટી જતાં મહિલાનું મોત, બાળક સહિત 3 ને ઇજા

 

પ્રતાપગઢ ગામ નજીક સીએનજી રિક્ષા પલટી મારી ગઈ હતી જે અકસ્માતમાં મહિલાનું મોત થયું હતું તો રિક્ષામાં સવાર મહિલા અને બાળકને ઇજા પહોંચી હતી હળવદ પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે

માળીયાના જૂના માંણાબા ગામના લલિતભાઈ વલ્લભદાસ નિમાવતે આરોપી રિક્ષા જીજે 36 ડબલ્યુ 2309 ચાલક અજય હરજીવન નિમાવત વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે આરોપી પોતાની રિક્ષા પુરજડપે ચલાવી માળીયા હળવદ હાઇવે પર પ્રતાપગઢ ગામના પાટિયા નજીક પલટી ખવડાવી હતી જે અકસ્માતમાં ફરિયાદીના પત્ની પદ્માબેનને ઇજા પહોંચતા મોત થયું હતું તેમજ રિક્ષા ચાલક, તેની પત્ની સાક્ષીબેન અને ફરિયાદીના દીકરા ઉત્તમને ઇજા પહોંચી હતી હળવદ પોલીસે વધુ તપાસ ચલાવી છે