વાંકાનેર સિટી પોલીસ લાઇન પાછળ ખનીજ ચોરી જડપી લઈને માઇનસ સુપરવાઈજર કાયદેસર કાર્યવાહી કરતાં હોય ત્યારે ડમ્પર ચાલક, ફોર્ચ્યુનર કાર ચાલક અને અજાણ્યા ઇસમે સિક્યુરિટી ગાર્ડને પાઇપ બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી ખનીજ ભરેલ ડમ્પર લઈ ગયા હતા
મોરબીના રહેવાસી વિરપાલસિંહ સતુભા જાડેજાએ આરોપી ડમ્પર જીજે 03 સિયું 0018 ના ડ્રાઈવર, ફોર્ચ્યુનર કાર જીજે 03 કેએચ 8390 નો ચાલક, ફોર્ચ્યુનર કાર જીજે 03 કેએચ 8390 સાથે આવળે અજાણ્યો ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી મોરબી ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ ખાતામાં સુપરવાઈજર તરીકે નોકરી કરે છે અને વાંકાનેર સિટી પોલીસ લાઇન પાછળના ભાગે ગ્રાઉન્ડમાંથી ડમ્પર ગેરકાયદે સાદી રેતી ખનીજ રોયલ્ટી વગર પરિવહન કરતાં પકડી લીધું હતું જેના વિરુદ્ધહ કાર્યવાહી કરવા વાંકાનેર સિટી પોલીસ લાઇન પાછળ ગ્રાઉન્ડમાં રાખી સિક્યુરિટી ગાર્ડ રાખી અન્ય કાર્યવાહી કરવા જતાં પાછળથી આરોપી ફોર્ચ્યુનર કારનો ચાલક અને અજાણ્યો ઈસમ આવી સિક્યુરિટી ગાર્ડ સાથે બોલાચાલી જઘડો કરી ગાળો આપી લોખંડ પાઇપ બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને ડમ્પર ગ્રાઉન્ડ માંથી લઈ ગયા હતા વાંકાનેર સિટી પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે