R R Gujarat

મોરબીના ઘુંટુ નજીક બોલેરોની ઠોકરે રોડ ક્રોસ કરતાં બાળકનું મોત

મોરબીના ઘુંટુ નજીક બોલેરોની ઠોકરે રોડ ક્રોસ કરતાં બાળકનું મોત

 

ઘુંટુ ગામ નજીક બોલેરો ચાલકે બોલેરો પુરજડપે ચલાવી રોડ ક્રોસ કરતાં બાળકને ઠોકર મારી હતી જે અકસ્માતમાં ગંભીર ઇજા પહોંચતા માસૂમનું મોત થયું હતું

 

મોરબીના ઘુંટુ ગામે પંચમુખી હનુમાનજી મંદિર પાસે રહેતા સજનબેન જયસુખભાઈ બાવરવાએ બોલેરો જીજે 36 વી 2669 ના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ફરિયાદીનો દીકરો પૃથ્વીરાજ (ઉ. વ.06) વાળો હળવદ હાઇવે રોડ પર ઘુંટુ ગામથી આગાળ ઓરિડા કારખાના આગળ રોડ ક્રોસ કરતો હતો ત્યારે બોલેરો ચાલકે ઠોકર મારી હતી જે અકસ્માતમાં ગંભીર ઇજા પહોંચતા પૃથ્વીરાજને ગંભીર ઇજા પહોંચતા સારવારમાં મોત થયું હતું અને બોલેરો લઈને બોલેરો ચાલક નાસી ગયો હતો મોરબી તાલુકા પોલીસે ફરાર બોલેરો ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે