R R Gujarat

મોરબીમાં પત્ની સાથે સંબંધ કેળવતા ઇસમને ઠપકો આપતા ગળું દબાવી યુવાનની હત્યા

મોરબીમાં પત્ની સાથે સંબંધ કેળવતા ઇસમને ઠપકો આપતા ગળું દબાવી યુવાનની હત્યા

 

મોરબીના સોખડા ગામના પાટિયા પાસે આવેલ કારખાનામાં પત્ની સાથે સંબંધો કેળવતા મેનેજરને શ્રમિક યુવાને ઠપકો આપ્યો હતો જેનો ખાર રાખી આરોપી મેનેજરે ગળું દબાવી તેમજ શરીરે માર મારી ઇજા કરી યુવાનની હત્યા કરી હતી મોરબી તાલુકા પોલીસે હત્યાની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે

મૂળ મધ્યપ્રદેશ હાલ નવા ધનાળા નજીક કારખાનામાં રહેતા સુનિતા રવીન્દ્ર અહીવારે આરોપી ખુરશીદ આલમ ઉર્ફે રાજખાન અસગર મિયાં રહે બિહાર વિરુદ્ધ હત્યાની ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ગત તા. 13 જૂનના સવારના ફરિયાદી કારખાને રૂમ પર હોય ત્યારે ભાભી જ્ઞાની ઉર્ફે રાધિકાનો ફોન આવ્યો કે તમારા ભાઈ તા. 12 ના રોજ રાત્રિના કારખાનાં મેનેજર ખુરશીદ આલમ ઉર્ફે રાજખાન અસગર મિયાંને જમવાનું ટિફિન દેવ ગયા હતા અને હજુ આવ્યા નથી જેથી સોખડા ગામના પાટિયા પાસે આવેલ રેબેકા લેમિનેટ કારખાનામાં તપાસ માટે ગયા હતા કારખાનાં મેંન ગેટ પાસે બાથરૂમમાં ભાઈનો મૃતદેહ પડ્યો હતો જે બાબતે ભાભીએ જણાવ્યું હતું કે રાત્રિના ખુરશીદને ટિફિન આપવા ગયા હતા ટિફિનના એક માસના રૂ 3000 નક્કી થાય હતા અને ત્રણ દિવસથી ટિફિન આપવા જતાં હતા

ભાભી છેલ્લા પંદર દિવસથી કંપનીમાં મજૂરી આવ્યા હતા અને ખુરશીદ કારખાનામાં મેનેજર હોય અને એકલો રહેતો હતો જેને ભાભી સાથે પરિચય કેળવ્યા હતા અને ખુરશીદ ગેરહાજરીમાં ભાભીને ફોન કરી અને વિડીયો કોલ કરતો હોય જે પસંદ ના હોવાથી શેઠને વાત કૃષ અને ઠપકો આપીશ અને તારી ભાભીને ફોન નહીં કરવા જણાવ્યું હતું અને ફેકટરીના સીસીટીવી કેમેરામાં ભાઈ ગબ્બરને ખુરશીદ ઉર્ફે રાજાખાન ગળું દબાવી હત્યા કરતો જોવા મળે છે

આમ આરોપી ખુરશીદ નામના ઇસમે ફરિયાદીના ભાઈ ગબ્બરની હત્યા કરી હતી પત્ની સાથે સંપર્ક કરી તેમજ ફોનમાં વાતચીત કરતો હતો જેથી ઠપકો આપ્યાનું મનદુખ રાખી ગળું દબાવી હત્યા કરી હોવાની ફરિયાદ નોંધાવી છે મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે