R R Gujarat

મોરબીના ચકચારી ત્રિપલ મર્ડર કેસમાં ૧૧ આરોપીઓને આજીવન કેદની સજા   

મોરબીના ચકચારી ત્રિપલ મર્ડર કેસમાં ૧૧ આરોપીઓને આજીવન કેદની સજા   

મોરબી ત્રિપલ મર્ડર કેસમાં પોલીસે કુલ ૧૨ આરોપીને ઝડપી લીધા હતા જે ત્રિપલ મર્ડર કેસમાં આજે કોર્ટે ચુકાદો સંભળાવ્યો છે ૧૨ આરોપી પૈકી ૧૧ આરોપીને કોર્ટે આજીવન કેદની સજા અને દંડ ફટકાર્યો છે સાથે જ ત્રણેય મૃતકના પરિવારને બે-બે લાખ રૂપિયા વળતર ચુકવવા આદેશ કરવામાં આવ્યો છે  

મોરબીના વજેપર ગામે સર્વે નંબર ૧૦૮૬ની ૩૨ વીઘા જમીનની તકરાર ચાલતી હતી જેમાં ગત તા. ૧૨ ઓગસ્ટ ૨૦૧૮ ના રોજ રાત્રીના સમયે ૧૨ ઇસમોએ છરી, ધોકા, તલવાર જેવા હથિયાર વડે હુમલો કરી દિલાવર પઠાણ, અફઝલ પઠાણ અને મોમીન પઠાણની હત્યા કરી હતી જે ચકચારી ત્રિપલ મર્ડરના બનાવમાં મોરબી તાલુકા પોલીસે ગુનો નોંધી આરોપીઓ ભરત નારણ ડાભી, જયંતી નારણભાઈ, અશ્વિન જીવરાજભાઈ, ભરત જીવરાજભાઈ, ધનજી મનસુખભાઈ, કાનજી મનસુખભાઈ, શીવાભાઈ રામજીભાઈ, મનસુખ રામજીભાઈ, જીવરાજ રામજીભાઈ, પ્રવીણ શીવાભાઈ, કિશોર શિવા ડાભી અને સંજય નારણ ડાભીની ધરપકડ કરી હતી  

  ત્રિપલ મર્ડર કેસ મોરબી ડીસ્ટ્રીકટ કોર્ટમાં ચાલી જતા આજે કોર્ટે હત્યાના ગુનામાં સંડોવાયેલ ૧૨ આરોપી પૈકી શીવાભાઈનું જેલવાસમાં મોત થયું હતું તે સિવાયના બાકી ૧૧ આરોપીને કસુરવાન ઠેરવ્યા હતા અને કોર્ટે હત્યાના ગુનામાં તમામ ૧૧ આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે અને તમામ આરોપીઓને રૂ ૫૦ હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે જે દંડની રકમમાંથી ત્રણેય મૃતકના પરિવારને રૂ ૨-૨ લાખનું વળતર આપવા કોર્ટે હુકમ કર્યો છે