લાલપર ગામની સીમમાં કુદરતી હાજતે જતાં 26 વર્ષનો યુવાન ડેમુ ટ્રેનની ઠોકરે ચડી જતાં યુવાનનું મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે બનાવ અંગે વધુ તપાસ ચલાવી છે
મૂળ રાજસ્થાનના વતની અને હાલ મોરબીના લાલપર ગામ પાસે કોરલ ગ્રેનાટુ કંપનીમાં રહીને કામ કરતાં ભોલૂ રામભરોસી ગુર્જર (ઉ. વ.26) નામના યુવાન ગત તા 11 ના રોજ સાંજે પોતાના રૂમેથી રેલવે પાટા બાજુ કુદરતી હાજતે ગયો હતો ત્યારે ડેમુ ટ્રેનની હડફેટે આવી જતાં શરીરના કમરથી બે ભાગ થઈ જતાં અને શરીરે ગંભીર ઇજા પહોંચતા મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી તપાસ હાથ ધરી છે