દેવળીયા ગામની સીમમાં વાડી રહેતા મૂળ વડોદરાના નિવાસી યુવક અને સગીરાએ સજોડે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો જે બનાવ મામલે પોલીસે વધુ તપાસ ચલાવી છે
મૂળ વડોદરાના વતની વિપુલકુમાર મુકેશભાઇ નાયકા (ઉ. વ.24) અને રીયા પુનમભાઈ તડવી (ઉ. વ.17) એમ બંનેએ હળવદના દેવળીયા ગામની સીમમાં આવેલ વાડીના મકાનની છતની લોખંડ એંગલ સાથે દુપટ્ટા વડે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો બનાવની જાણ થતાં હળવદ પોલીસ ટીમ દોડી ગઈ હતી અને બનાવની વધુ તપાસ ચલાવી છે યુવક અને સગીરાએ સજોડે આપઘાત કર્યો છે ત્યારે પ્રેમ પ્રકરણ કારણભૂત છે કે અન્ય કાઇ તે દિશામાં પોલીસે તપાસ ચલાવી છે