રવાપર રોડ પર કારમા ઇંગ્લિશ દારૂની હેરાફેરી કરનાર ઈસમ પોલીસને જોઈને નાસી ગયો હતો કારની તપાસ કરતાં ઇંગ્લિશ દારૂની 657 બોટલનો જથ્થો મળી આવતા દારૂ અને કાર સહિત 6.68 લાખનો મુદામાલ પોલીસે કબજે લઈને વધુ તપાસ હાથ ધરી છે
મોરબી એ ડિવિજન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન રવાપર રોડ કાયાજી પ્લોટ શેરી નં 5ના નાકા પાસે કાર જીજે 13 એનએન 5006 વાળીમાં આરોપી શાહરુખ ઇકબાલ બૂચડ રહે લાતીપ્લોટ વાળો પોલીસને જોઈને નાસી ગયો હતો રેઢી પડેલી કારમાંથી ઇંગ્લિશ દારૂની અલગ અલગ બ્રાન્ડની કુલ 657 બોટલ કિમત રૂ 2,68,380 નો જથ્થો મળી આવતા દારૂનો જથ્થો અને કાર કિમત રૂ 4 લાખ મળીને કુલ રૂ 6,68,380 નો મુદામાલ જપ્ત કર્યો છે ફરાર આરોપી શાહરુખ બૂચડ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ ચલાવી છે