R R Gujarat

હળવદના જૂના દેવળીયા નજીક રિક્ષામાં ઇંગ્લિશ દારૂની હેરાફેરી કરનાર પોલીસ પકડમાં

હળવદના જૂના દેવળીયા નજીક રિક્ષામાં ઇંગ્લિશ દારૂની હેરાફેરી કરનાર પોલીસ પકડમાં

 

અમદાવાદ કચ્છ હાઇવે પરથી પોલીસે સીએનજી રિક્ષામાં દારૂનો જથ્થો લઈ જતાં ઇસમને દબોચી લઈને 1.16 લાખનો મુદામાલ જપ્ત કર્યો છે

મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન બાતમીને આધારે જૂના દેવળીયા ચોકડી પાસેથી સીએનજી રિક્ષા જીજે 13 એવી 8886 વાળીને રોકી તલાશી લેતા દારૂની 32 બોટલ કિમત રૂ 16 હજાર મળી આવી હતી જેથી પોલીસે રિક્ષા અને દારૂનો જથ્થો સહિત કુલ રૂ 1.16 લાખનો મુદામાલ કબજે લઈને આરોપી રામજીભાઇ ઉર્ફે રામો ધીરૂભાઈ દેગામાં રહે મોરબી વીસીપરા વાળાને જડપી લઈને પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી હાથ ધરી છે