મોરબીના નવી પીપળી ગામની સીમમાં મકાન પાછળ વરંડામાં ગેરકાયદે ગેસ કટિંગ કોભાંડ પોલીસે જડપી લઈને એક ઇસમની ધરપકડ કરી છે સ્થળ પરથી પોલીસ ગેસના બાટલા, છોટા હાથી સહિતના વાહનો મળીને કુલ રૂ 5.37 લાખનો મુદામાલ કબજે લીધો છે
મોરબી તાલુકા પોલીસ ટીમને બાતમી મળી હતી કે નવી પીપળી ગામે ૐ પાર્કમાં રહેતા સંદીપ રમેશભાઈ કાલરીયા નામનો ઈસમ પોતાના આર્થિક ફેડ માટે ઘરેલુ વપરાશના ઇંડેન ગેસના બાટલમાંથી ખાલી બોટલમાં ઇલેક્ટ્રિક મઓટર મારફત નળી નોજલથી રીફિલિંગ કરી માણસોની જિંદગી જોખમમાં મુકાય તેવું કૃત્ય કરી રહ્યો છે અને ગેસ જ્વલનશીલ સળગી ઉઠે તેવું પ્રવાહી હોવાનું જાણવા છતાં ગેરકાયદે ગેસ રીફિલિંગ કરી વેચાણ કરે છે જે બાતમીને આધારે પોલીસે સ્થળ પર રેડ કરી હતી
સ્થળ પરથી ગેસના ભરેલા બાટલા નંગ 42 કિમત રૂ 1.26 લાખ ગેસના 15 મોત અને 3 એક બોટલ નાની જે ખાલી હોય તેમજ 18 બાટલા ઇંડેનના ખાલી સુપર કેરી વાહન જીજે 36 વી 5456 વાળીમાં ભરેલા હતા ખાલી બટલા, ભરેલા બાટલા, વાહન, મઓટર અને વજન કાંટો સહિત કુલ રૂ 5,37,200 નો મુદામાલ પોલીસે જપ્ત કરી આરોપી સંદીપ કાલરીયાને દબોચી લીધો છે અન્ય તપાસમાં જે ખૂલે તે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે