નવલખી રોડ પર કોપર વાયર ચોરીમાં પકડાયેલ ઇસમની બાતમી યુવાને આપી હોવાની શંકા રાખી બે ઇસમોએ છરી અને પાઇપ વડે યુવાન પર હુમલો કર્યો હતો અને યુવાનને છરી વડે ઇજા પહોંચાડી હતી બી ડિવિજન પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે
મોરબીના કુલીનગર 01 માં રહેતા વિશ્વાસ કાનજીભાઇ પાટડીયા (ઉ. વ.31) નામના યુવાને આરોપીઓ અમિત દિલીપ સારલા અને અસરફખાન હકીજઉલ્લા પઠાણ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે અગાઉ આરોપી અમિત કોપર વાયર ચોરીમાં પકડાયો હતો જેની ફરિયાદી વિશ્વાસે પોલીસને બાતમી આપી હોય તેવી શંકા અને ખાર રાખી મારામારી કરી ગાળો આપી બંને ઇસમોએ માથાકૂટ કરી હતી જેમાં યુવાનને માથાના ભાગે પાઇપ વડે મારી તેમજ છરી વડે ઇજા પહોંચાડી મોરબી સિટી બી ડિવિજન પોલીસે ફરિયાદ નોંધી છે