માળિયાના ગામડામાં રહેતી સગીરા સાથે શરીર સંબંધ બાંધી ગર્ભવતી બનાવનાર આરોપીને કોર્ટે ૨૦ વર્ષની સખ્ત કેદની સજા ફટકારી છે
માળિયા પોલીસ મથકમાં ભોગ બનનાર સગીરાના પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે તેની સગીર વયની દીકરીને આરોપી જસમત ગોવિંદ સીતાપરા રહે સુલ્તાનપુર તા. માળિયા વાળાએ એક વર્ષ સુધી શરીર સંબંધ બાંધી પાંચથી છ માસનો ગર્ભ રાખી દીધો હતો અને સગીરાને પેટમાં દુખાવો ઉપડતા બાળકને જન્મ આપ્યો હતો અને જન્મતા સાથે નવજાત શિશુનું મોત થયું હતું જેથી પોલીસે દુષ્કર્મ અને પોક્સો એક્ટ મુજબ ગુનો નોંધી આરોપીને ઝડપી લીધો હતો
જે કેસ સ્પે.પોક્સો કોર્ટમાં ચાલી જતા પુરાવાને ધ્યાને લઈને કોર્ટે આરોપી જસમત ગોવિંદ સીતાપરાને દુષ્કર્મ અને પોક્સો એક્ટની કલમો હેઠળ કસુરવાન ઠેરવી ૨૦ વર્ષની સખ્ત કેદની સજા અને રૂ ૧૦ હજારનો દંડ તેમજ દંડ ફટકારતો હુકમ કર્યો છે ભોગ બનનાર સગીરાને રૂ ૪ લાખ અને આરોપી જે દંડની રકમ રૂ ૧૦ હજાર ભરે તેના સહીત કુલ રૂ ૪,૧૦,૦૦૦ વળતર ચુકવવા આદેશ કર્યો છે