વૈભવનગરમાં રહેતા 53 વર્ષીય મહિલાએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો જે બનાવની નોંધ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે
મોરબીના બાયપાસ રોડ પર વૈભવનગરના રહેવાસી મીનાબેન હરેશભાઈ ભિમાણી (ઉ. વ.53) નામની મહિલા પોતાના ઘરે રસોડામાં હૂકમાં પોતાની જાતે ગળેફાંસો ખાઈ આયખું ટૂંકાવ્યું હતું પોલીસે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે અને આપઘાતના બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે