હળવદની ફ્લોર મિલ પાસે અગાઉની માથાકૂટનો ખાર રાખી ત્રણ ઇસમોએ બોલાચાલી કરી લોખંડ પાઇપ મારી ઇજા કરી ગાળો આપી હતી હળવદ પોલીસે ફરિયાદ નોંધી છે
હળવદના બસ સ્ટેન્ડ પાછળ રહેતા પ્રકાશ મગનભાઇ પરમાર (ઉ. વ.35) આરોપીઓ જયેશ કાળુંભાઈ પરમાર, મોહિત પરમાર અને યમન પરમાર રહે હળવદ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીના પિતાને અગાઉ તેના ભાઈ સાથે માથાકૂટ થઈ હતી જેનો ખાર રાખી મરચાં ફ્લોર મિલ પાસે આરોપીઓએ ફરિયાદી પ્રકાશ સાથે બોલાચાલી કરી ગાળો આપી માથામાં પાઇપ વડે મારી ઇજા કરી હતી હળવદ પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે