માળીયા (મી.) તાલુકાના ગ્રામ્ય પંથકમાં રહેતી સગીરાનો સોશ્યલ મીડિયાથી સંપર્ક કર્યા બાદ વાતચીત કરવા દબાણ કરી વાત ના કરવા દેતો ભાઈના હાથ પગ ભાંગી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવી છે
માળીયાના ગ્રામ્ય પંથકમાં રહેતા 40 વર્ષીય મહિલાએ આરોપી હાર્દિક નકુમ રહે પંચાસર ચોકડી પાસે વાડી વિસ્તાર મોરબી વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કેઃ કે આરોપી ફરિયાદીની સગીર વયની દીકરી સાથે સોશ્યલ મીડિયા મારફત પરિચય કેળવ્યો હતો અને ચેટિંગ કરી ફોન પર વાતચીત કરતાં હતા અને આરોપી ફોન કરી પોતાની સાથે વાત કરવા ફરિયાદીની સગીર વયની દીકરીને હેરાન કરતો હતો અને ફોનમાં તેની સાથે વાત ના કરે કે ભાઈ ફોનમાં વાત ના કરવા દેતો સગીરાના ભાઈના હાથ પગ ભાંગી ફોનમાં ધમકી આપી હતી તેમજ સગીરા તેને સમજાવવા માટે મળવા ગઈ ત્યારે રૂબરૂમાં ધમકી આપી હતી માળીયા પોલીસે ફરિયાદ નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે