R R Gujarat

ટંકારામાં મહિલાએ ઓવરબ્રિજ પરથી લગાવી મોતની છલાંગ

ટંકારામાં મહિલાએ ઓવરબ્રિજ પરથી લગાવી મોતની છલાંગ

ટંકારા રાજકોટ હાઇવે પર લતીપર ચોકડીના ઓવરબ્રીજ પરથી કોઈ કારણસર કુદકો મારતા નીચે નીચે પડી જતા મહિલાનું મોત નિપજ્યું હતું.

મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના જબલપુર ગામે રહેતા ભાવનાબેન હસમુખભાઈ કગથરા (ઉ.‌વ.૫૨) નામની મહિલાએ ટંકારા લતીપર ચોકડીના ઓવરબ્રીજ પરથી કોઈ કારણસર પુલ પરથી નીચે કુદકો મારતા નીચે પટકાતા મહિલાનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે ટંકારા તાલુકા પોલીસે મૃત્યુ અંગે નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.