R R Gujarat

ટંકારા જુગાર તોડકાંડમાં ઝડપાયેલા PI સોમવાર સુધીના પોલીસ રિમાન્ડ પર

ટંકારા જુગાર તોડકાંડમાં ઝડપાયેલા PI સોમવાર સુધીના પોલીસ રિમાન્ડ પર

 

ટંકારાના ચકચારી જુગાર તોડ્કાંડ મામલે ફરાર પીઆઈની SMC ટીમે ૧૭૫ દિવસ બાદ આખરે કચ્છથી  વાય કે ગોહિલની ધરપકડ કરી છે અને આજે કોર્ટમાં રિમાન્ડની માંગણી સાથે રજુ કરવામાં આવતા કોર્ટે સોમવાર સુધીના પોલીસ રિમાન્ડ પર સોપવાનો આદેશ કર્યો છે જે રિમાન્ડ દરમિયાન તોડ થયેલ રકમની રીકવરી માટે પોલીસ ટીમ વધુ પૂછપરછ કરશે

ટંકારાના લજાઈ નજીક આવેલ કમ્ફર્ટ રિસોર્ટમાં જુગારની ખોટી રેડ કરી ૬૩ લાખનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો હતો અને આરોપીઓ પાસેથી પત્રકારોના નામે ૧૦ લાખ સહીત ૫૧ લાખનો તોડ કરવામાં આવ્યો હતો જે મામલે SMC ટીમે તપાસ ચલાવી બાદમાં ગુનો નોંધવામાં આવ્યો હતો ડીસેમ્બર ૨૦૨૪ માં ગુનો નોંધાયા બાદથી આરોપી તત્કાલીન પીઆઈ વાય કે ગોહિલ, હેડ કોન્સ્ટેબલ મહિપતસિંહ સોલંકી વિરુદ્ધ ગુનો નોંધાયો હતો જે ગુનો નોંધાયા બાદથી બંને ફરાર હતા જેને પગલે એપ્રિલ ૨૪ ના રોજ બંને ફરાર આરોપીઓ વિરુદ્ધ ફરારી જાહેરનામું પ્રસિદ્ધ થયું હતું અને ૩૦ દિવસની મુદતમાં લીંબડી ડીવીઝનના ડીવાયએસપી રબારી સમક્ષ હાજર થવા જણાવ્યું હતું જે મુદત પૂર્ણ થવાને આડે 2 દિવસ બાકી રહ્યા હતા ત્યારે આરોપી હેડ કોન્સ્ટેબલ મહિપતસિંહ સોલંકી હાજર થયો હતો અને તેની વિધિવત ધરપકડ કરવામાં આવી હતી જોકે પીઆઈ ગોહિલ ત્યારબાદ પણ ફરાર હતા

ફરાર તત્કાલીન પીઆઈ ગોહિલને આખરે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે ગઈકાલે કચ્છના આદિપુરથી ઝડપી લીધો હતો અને આજે કોર્ટમાં ૧૦ દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવતા સોમવાર સુધીના પોલીસ રિમાન્ડ પર સોપવામાં આવ્યો છે જે રિમાન્ડ દરમિયાન પોલીસ ટીમ તોડ થયેલ ૫૧ લાખની રોકડની રીકવરી કરવા પ્રયાસ કરશે તેમ તપાસ ચલાવતા લીંબડી ડીવાયએસપી રબારીએ જણાવ્યું હતું