R R Gujarat

મોરબીના પંચાસર ગામે ઘર પાસેથી માટી સાફ કરાવવાનું કહેતા મારામારી

મોરબીના પંચાસર ગામે ઘર પાસેથી માટી સાફ કરાવવાનું કહેતા મારામારી

 

પંચાસર ગામમાં ગાડા મારગનું કામ ચાલતું હોવાથી માટી પડી હોય જે માટી ઘર પાસેથી સાફ કરાવવાનું કહેનાર એક યુવાનને આરોપી જેમ ફાવે તેમ ગાળો બોલી જાહેરમાં જાતિ પ્રત્યે અપમાનિત થાય તેવા શબ્દો બોલી ચાર પાંચ ફડાકા જિકિ પાટૂ વડે માર માર્યો હતો

મોરબીના પંચાસર ગામે રહેતા વસંતભાઇ ગલાભાઈ ટુંડીયાએ ગામમાં જ રહેતા આરોપી બળભદ્રસિંહ ઉર્ફે પિન્ટુભાઈ ઝાલા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીએ પંચાસર ગામથી થારી સીમ તરફ જતાં ગાડા મારગનું કામકાજ ચાલુ હોય અને ટ્રેક્ટરોમાં માટી ભરી ચાલતા હતા જેથી ફરિયાદીના ઘર સામે મુખ્ય રોડ પર પથ્થર અને માટી પડી હોવાથી માટી સાફ કરાવવા કહેતા આરોપી બળભદ્રસિંહએ ઉશ્કેરાઈ જઈને ગાળો બોલી જાહેરમાં જાતિ પ્રત્યે અપમાનિત થાય તેવા શબ્દો બોલી યુવાનને ચાર પાંચ ફડાકા મારી તેમજ વાસાના ભાગે પાટૂ વડે માર માર્યો હતો મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે