R R Gujarat

માળીયા રેલવે ઓવરબ્રિજ પર બંધ ટ્રક પાછળ એક્ટીવા અથડાતાં યુવાનને ઇજા

માળીયા રેલવે ઓવરબ્રિજ પર બંધ ટ્રક પાછળ એક્ટીવા અથડાતાં યુવાનને ઇજા

 

માળીયા કચ્છ હાઇવે પર રેલવે ઓવરબ્રિજ ચડવાના ઢાળ પાસે બંધ ટ્રક પાછળ એક્ટીવા અથડાતાં યુવાનને ઇજા પહોંચી હતી જે બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે

માળીયાના ભીમસર વાંઢ અજમેરી હોટેલ પાછળ રહેતા સમીર વલીમહમદ જેડા (ઉ. વ.24) નામના યુવાને ટ્રક જીજે 39 ટીએ 1124 ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. 29-04-25 ના રોજ મોરબી કચ્છ હાઇવે પર રેલવે ઓવરબ્રિજ ચડવાના ઢાળ પર ટ્રક કહળકે કોઈપણ સિગ્નલ કે અવરોધ રાખ્યા વગર ટ્રક ઊભી રાખી હતી અને ફરિયાદીનું એક્ટીવા જીજે 36 એકયું 1157 પાછળ ભટકાતાં યુવાનને માથામાં હેમરેજ અને શરીરે ઇજા પહોંચી હતી માળીયા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે