R R Gujarat

મોરબી શહેરમાં બે સ્થળેથી મોટરસાયકલ ચોરી થયાની પોલીસ ફરિયાદ

મોરબી શહેરમાં બે સ્થળેથી મોટરસાયકલ ચોરી થયાની પોલીસ ફરિયાદ

 

મોરબી શહેરમાં બે અલગ અલગ સ્થળેથી ચોર ઇસમો બે બાઇક ચોરીને અંજામ આપ્યા છે જે બંને ચોરીની ફરિયાદ નોંધી પોલીસે તપાસ હાથ ધરી છે

મોરબીના રવાપર ઘુનડા રોડ પર રહેતા સાગર રસિકભાઈ સાપરીયાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. 03 ના રોજ ગાંધી ચોકમાં રામ રસ સેન્ટર પાસે ફરિયાદીનું બાઇક જીજે 05 જીઇ 3312 કિમત રૂ 25 હજાર વાળુ પાર્ક કર્યું હતું જે અજાણ્યો ઈસમ ચોરી કરી ગયો છે

 

જ્યારે બીજી ફરિયાદમાં રવાપર રોડ પર રહેતા કિશનકુમાર દિલીપભાઇ ગામીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. 14 માર્ચથી તા. 26 માર્ચ સુધી ના સમય દરમિયાન અવની ચોકડી પાસે પૂજા પાન સામે ફરિયાદીનું બાઇક જીજે 36 એએમ 5910 કિમત રૂ 95,000 અજાણ્યો ઇસમ ચોરી કરી ગયો છે મોરબી એ ડિવિજન પોલીસે બે બાઇક ચોરીની ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે