R R Gujarat

માળીયા ચિખલી મિનિ હથિયાર ફેક્ટરીમાંથી વધુ એક દેશી બંદૂક જપ્ત

માળીયા ચિખલી મિનિ હથિયાર ફેક્ટરીમાંથી વધુ એક દેશી બંદૂક જપ્ત

 

માળીયાના ચિખલી ગામે હથિયાર બનાવવાની મિનિ ફેક્ટરી જડપી લેવામાં ટીમને સફળતા મળી હતી ત્યારે પોલીસે વધુ એક દેશી બંદૂક જપ્ત કરી છે

માળીયા તાલુકાના ચિખલી ગામમાં રહેતા આરોપી સલીમ કાદર માલાણીને ઘરે હથિયાર બનાવતા દબોચી લેવામાં આવ્યો હતો અને મુદામાલ પોલીસે કબજે લીધો હતો જે આરોપીના રિમાન્ડ મેળવી આગવી ઢબે પૂછપરછ કરી બીજા હથિયાર બનાવી કોને કોને વેચાણ અપાયા તેની પૂછપરછ કરવામાં આવી હતી અને આરોપી વધુ એક દેશી બંદૂક બનાવી પોતાના મકાન પાછળ આવેલ વાડામાં સંતાડી હોવાની કબૂલાત આપી હતી જેથી વધુ એક બંદૂક કિમત રૂ 5000 કબજે લઈને પોલીસ ટીમે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે