માળીયા હાઇવે પરથી કારમાં દારૂની હેરાફેરી કરનાર ઇસમને જડપી લઈને માળીયા પોલીસે દારૂની 347 બોટલ અને કાર સહિત 8.76 લાખનો મુદામાલ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
માળીયા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન કચ્છ તરફથી ઇકો સ્પોર્ટ કાર જીજે 03 એફડી 9056 વાળીમાં દારૂનો જથ્થો ભરી મોરબી તરફ આવતા હોવાની બાતમી મળતા ટીમે વોચ ગોઠવી હતી અને માળીયા શહેનશાવલી પાટિયા પાસે કારને આંતરી લઈને તલાશી લેતા દારૂની 347 બોટલ કિમત રૂ 4,71,500 નો જથ્થો મળી આવતા દારૂનો જથ્થો કાર અને મોબાઈલ સહિત કુલ રૂ 8,76,500 નો મુદામાલ જપ્ત કર્યો હતો
માળીયા પોલીસ કાર અને દારૂના જથ્થા સાથે આરોપી અભિષેક મુકેશ બદીયાણી રહે જામનગર વાળાને જડપી લીધો છે અન્ય આરોપી મામા રહે સામખીયાળી વાળાનું નામ અને મોબાઈલ નંબર ખૂલતાં માળીયા પોલીસે વધુ તપાસ ચલાવી છે