ચોટીલા હાઇવે પરથી મોપેડમાં બે વ્યક્તિ જતાં હતા ત્યારે કાર ચાલકે પાછળથી ઠોકર મારી હતી જે અકસ્માતમાં બે વ્યક્તિને ઇજા પહોંચી હતી અકસ્માત સર્જી કાર ચાલક નાસી ગયો હતો
વાંકાનેરના કેરાળા ગામે રહેતા ગુલામહુશેન મહમદભાઈ કડીવાર (ઉ. વ.45) નામના આધેડે કાર જીજે 12 ic 0529 ના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે કે ગત તા. 31-05 ના રોજ ફરિયાદી અને ગુલામમોઈન બંને મોપેડ લઈને પોતાના ગામથી વાંકાનેર જતાં હતા વાંકાનેર ચોટીલા હાઇવે પર ચન્દ્રપુર પાસે કાર ચાલકે મોપેડને પાછળથી ટક્કર મારી હતી જેથી મોપેડ સવાર બંને પડી જતાં ફરિયાદી ગુલામહુશેન અને ગુલામમોઈનને ઇજા પહોંચાડી કાર લઈને ચાલક નાસી ગયો હતો અને સમાધાનની વાત ચાલુ હતું પરંતુ સમાધાન નહીં થતાં પોલીસ ફરિયાદ નોંધાવી છે વાંકાનેર સિટી પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે