R R Gujarat

મોરબીની રફાળેશ્વર ચોકડીએ વર્કરની માહિતી નહીં આપનાર સ્પા સંચાલક સામે કાર્યવાહી

મોરબીની રફાળેશ્વર ચોકડીએ વર્કરની માહિતી નહીં આપનાર સ્પા સંચાલક સામે કાર્યવાહી

 

રફાળેશ્વર ચોકડી સ્પાનો સંચાલક સ્પા વર્કરના બાયોડેટાના ફોર્મ ભરી પોલીસ સ્ટેશનમાં નોંધણી ના કરાવી હોય જેથી સ્પા સંચાલક વિરુદ્ધ જાહેરનામા ભંગની ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે

મોરબી એસઓજી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન રફાળેશ્વર ચોકડી ખાતે ગણેશ ચેમ્બર્સના બીજા માળે આવેલ બ્લૂ સ્પામાં આરોપી રોહિત તૂસતોરામ રિયાંગ (ઉ. વ.32) રહે મૂળ મિઝોરમ વાળાએ પોતાના સ્પામાં કામ કરતી વર્કરના બાયોડેટાના ફોર્મ ભરી પોલીસ સ્ટેશનમાં નોંધ નહિ કરાવી જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કર્યો છે મોરબી તાલુકા પોલીસે જાહેરનામા ભંગની ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે