R R Gujarat

માળીયાના ચિખલી ગામે મકાનમાં હથિયાર બનાવતા ઇસમની ધરપકડ

માળીયાના ચિખલી ગામે મકાનમાં હથિયાર બનાવતા ઇસમની ધરપકડ

 

માળીયા તાલુકાના ચિખલી ગામે રહેણાંક મકાનમાં દરોડો કરી ગેરકાયદેસર હથિયાર બનાવનાર ઇસમને જડપી લઈને પોલીસ હાથ બનાવટની બે બંદૂક, હથિયાર બનાવવાના સાધનો સહિત 19 હજારથી વધુનો મુદામાલ જપ્ત કર્યો છે અન્ય એક આરોપીનું નામ ખૂલતાં વધુ તપાસ ચલાવી છે

મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન માળીયા (મી.) ના ચિખલી ગામે મફતીયાપરામાં રહેતા સલીમ કાદર મિયાણા નામનો ઈસમ તેના મકાનમાં પાછળના ભાગે ફળિયામાં ગેરકાયદે દેશી હાથ બનાવટની બંદુકો જાતે બનાવી અકલાગ અલગ ગ્રાહકોને વેચતો હોવાની બાતમી મળતા ટીમે રેડ કરી હતી અને આરોપી સલીમ કાદર સુલેમાન માલાણીને જડપી લીધો હતો

આરોપીના ઘરેથી પોલીસે દેશી હાથ બનાવટની બંદૂક 02 કિમત રૂ 10 હજાર, ઇલેક્ટ્રિક વેલ્ડિંગ મશીન 1 કિમત રૂ 5000, ઇલેક્ટ્રિક ગ્રાઈન્ડર મશીન નંગ 02 કિમત રૂ 2000, ડ્રિલ મશીન નંગ 01 કિમત રૂ 1000 અને લોખંડ સિગરો નંગ 01., ઇલેક્ટ્રિક બોર્ડ, બાર બોરના ખાલી કર્ટિસ નંગ 60, ગન પાવડર ભરેલ પ્લાસ્ટિક શીશી, લોખંડ જીણા છરા નંગ 111, વેલ્ડિંગ ચશ્મા, કાતર સહિત 19,070 નો મુદામાલ કબજે લીધો છે અન્ય આરોપી સીદીક ઉમેદઅલી કાજેડીયા રહે હાલ ચરાડવા તા. હળવદ વાળાનું નામ ખૂલતાં માળીયા પોલીસ મથકમાં ગુનો નોંધી તપાસ ચલાવી છે

 

મોબાઈલમાં વિડીયો જોઈને હથિયાર બનાવવા અને રિપેરિંગ કામ કરતો

આરોપી મોબાઈલ ફોનમાં યુ ટ્યુબમાં હથિયાર બનાવવા અને રિપેરિંગ કરવાના વિડીયો જોઈને ગેરકાયદે હથિયાર બનાવટો હતો અને રિપેરિંગ કર્યાનું શીખ્યો હોવાની પોલીસ સમક્ષ કબૂલાત આપી હતી