મોરબીના નંદભૂમિ એપાર્ટમેન્ટમાં આધેડે ત્રણ ઇસમોએ એપાર્ટમેન્ટ મેન્ટેનન્સ હિસાબ કરવાનું કહેતા બોલાચાલી કરી ઢીકા પાટૂ મારી તેમજ ગાળો આપી ચારેય ઇસમોએ ઇજા પહોંચાડી હતી મોરબી એ ડિવિજન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે
મોરબીના શનાળા ગામે નંદભૂમિ એપાર્ટમેન્ટમાં રહેતા ધર્મેન્દ્રભાઈ ગણેશભાઈ બરાસરા (ઉ. વ.45) વાળાએ આરોપીઓ મયંક બળવંત છત્રોલા, બળવંતભાઈ છત્રોલા રહે બંને ફ્લેટ નંબર 101 અને દક્ષ રમેશભાઈ ચિકાની રહે ફ્લેટ નંબર 302 તેમજ પ્રશાંત ધીરૂભાઈ કાસુન્દરા રહે ફ્લેટ નંબર 603 વિરુદ્ધહ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી આરોપી મયંક, બળવંત અને દક્ષને એપાર્ટમેન્ટનું મેન્ટેનન્સ લઈ પછી હિસાબ કરવાનું કહેતા જેમ ફાવે તેમ ગાળો બોલી ઢીકા પાટૂ માર મારી તેમજ ગાળો આપી ચારે આરોપીઓએ મારામારી કરી હતી અને ફરિયાદીને કમરના મણકાના ભાગે ફ્રેકચર ઇજા કરી હતી મોરબી એ ડિવિજન પોલીસે મારામારીની ફરિયાદ નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે