R R Gujarat

સુરજબારી ચેક પોસ્ટ નજીક કાર પાછળ બોલેરો અથડાતાં પરિવારના પાંચને ઇજા

સુરજબારી ચેક પોસ્ટ નજીક કાર પાછળ બોલેરો અથડાતાં પરિવારના પાંચને ઇજા

 

માળીયા સુરજબારી ચેક પોસ્ટ પાસે ટ્રાફિક હોવાથી બલેનો કારના ચાલકે બ્રેક મારી ઊભી રાખતા પાછળથી આવતી બોલેરો કાર ચાલકે ટક્કર મારી હતી જે અકસ્માતમાં કારમાં સવાર દંપતી, દીકરો અને કાકા કાકીને ઇજા પહોંચી હતી

મોરબીના ઘુંટુ ગામ હરિઓમ પાર્કમાં રહેતા અંકિતભાઈ ચંદુભાઈ ધોળુએ બોલેરો પિકઅપ એપી 16 ટીસી 8627 ના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે કે બોલેરો ચાલકે પુરજડપે ચલાવી સુરજબારી ચેક પોસ્ટ પાસે ફરિયાદી પોતાની બલેનો કાર જીજે 36 એસી 3190 આગળ ટ્રાફિક હોવાથી બ્રેક મારી ઊભી રાખી હતી ત્યારે પાછળથી બોલેરો ચાલકે ઠોકર મારી હતી જે અકસ્માતમાં કારમાં બેસેલ ફરિયાદી અંકિતભાઈને સામાન્ય ઇજા કરી તેમજ પત્ની તરુણાબેનને માથામાં ઇજા કરી દીકરા અક્ષરને, કાકા શાંતિલાલ અને કાકી શમીતાબેનને ઇજા કરી હતી માળીયા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે