R R Gujarat

વાંકાનેરની વૃંદાવન પાર્ક સોસાયટીના મકાનમાંથી 1.70 લાખની ચોરી

વાંકાનેરની વૃંદાવન પાર્ક સોસાયટીના મકાનમાંથી 1.70 લાખની ચોરી

 

વાંકાનેરની વૃંદાવન પાર્ક સોસાયટીમાં આવેલ મકાનના દરવાજા તોડી સોનાના દાગીના, ત્રણ મોબાઈલ સહિત 1.70 લાખની મત્તા અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી ગયાની પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે

વાંકાનેર વૃંદાવન પાર્ક સોસાયટી શિવ મંદિર વાળી શેરીમાં રહેતા હસમુખ રતિલાલ મકવાણાએ ચોરીની ફરિયાદ નોંધાવી છે કે ગત તા. 13-05 ના સવારના આઠ વાગ્યાથી સાંજના 7 : 20 સુધીના અરસામાં ફરિયાદીના ઘરનો મુખ્ય દરવાજો તોડી ચોર ઇસમોએ પ્રવેશ કરી તિજોરીમાંથી સોનાના બે પેન્ડલ સેત 20 ગ્રામ વજન, સોનાની બુટી ત્રણ જોડી આશરે 10 ગ્રામ, સોનાની કાનમાં પહેરવાની કડી ચાર જોડી આશરે 5 ગ્રામ, નાકના દાણા નંગ 06 ચાંદીનો જુડો, ચાંદીના સાંકલા, તેમજ ત્રણ એન્ડ્રોઇડ મોબાઈલ મળીને કુલ રૂ 1.70 લાખની મત્તા ચોરી કરી ગયાની ફરિયાદ નોંધાવી છે વાંકાનેર સિટી પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે