હળવદના ડુંગરપૂર ગામે આરોપીના મકાન પાસે આવેલ પડતર મકાનમાં છુપાવી રાખેલ ઇંગ્લિશ દારૂ અને બિયર મળી કુલ રૂ 80,390 નો જથ્થો પોલીસે કબજે લીધો છે
હળવદ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમીયાન ડુંગરપૂર ગામે આરોપી વિક્રમ ગોરધન વિઠ્ઠલાપરાના મકાન પાસે આવેલ પડતર મકાનમાં રેડ કરી હતી સ્થળ પરથી પોલીસે દારૂની રોયલ ચેલેન્જની 20 બોટલ, રોયલ સ્ટગની 19 બોટલ, લંડન પ્રાઈડ વ્હિસ્કી ની 19 બોટલ અને વૉડકાની 216 બોટલ તેમજ બીયરના 27 ટીન સહિત કુલ રૂ 80,390 નો જથ્થો જપ્ત કર્યો છે રેડ દરમિયાન આરોપી વિક્રમ વિઠ્ઠલાપરા હાજર મળી આવ્યો ના હતો જેથી વધુ તપાસ ચલાવી છે