માળિયાના મોટા દહીંસરા નજીક બિલ્ડર પુત્ર પર ફાયરીંગ કરી બે ઈસમો ફરાર થયા હતા જે ગુનો નોંધી પોલીસે તપાસ ચલાવી હતી જેમાં બિલ્ડર પુત્રને દેવું વધી જતા પોતે જ ૩ લાખ રૂપિયા આપી ફાયરીંગ કરાવ્યું હોવાનો ખુલાસો થવા પામ્યો છે એલસીબી ટીમે બે આરોપીને ઝડપી લઈને પિસ્તોલ, રોકડ રકમ અને ૩ મોબાઈલ સહીત ૧.૪૫ લાખનો મુદામાલ કબજે લીધો છે
ગત તા. ૨૦ ના રોજ માળિયાના મોટા દહીસરાથી નવલખી રોડ પર મોરબીના તરુણભાઈ ઉર્ફે ગોપાલભાઈ હંસરાજભાઈ ગામી (ઉ.વ.૪૬) વાળા કાર લઈને ઉભા હતા ત્યારે એક ઇસમેં ગાડીનો કાચ ખોલાવી ગાળો બોળી ગાળો બોલવાની ના કહેતા ઉશ્કેરાઈ જઈને તમંચા જેવા હથિયાર વડે ત્રણ રાઉન્ડ ફાયરીંગ કરી ગંભીર ઈજા પહોંચાડી હોવાની ફરિયાદ નોંધાવી હતી માળિયા પોલીસે ગુનો નોંધી તપાસ ચલાવી હતી જે ગુનામાં માળિયા પોલીસ અને એલસીબી ટીમ તપાસમાં જોતરાઈ હતી અને બનાવ સ્થળની વિઝીટ કરી સીસીટીવી ફૂટેજ અને હુમન સોર્સીસની મદદથી બે શકમંદ ઈસમો પરેશ ગોપાલભાઈ ઉધરેજા અને મકસુદ મહમદ હુશેન નકુમ એમ બે ઇસમોને એલસીબી કચેરી લાવી પૂછપરછ કરતા ફરિયાદી તરુણભાઈએ ધંધામાં દેવું વધી જતા લેણદારોને પૈસા ચુકવવા ના પડે તે માટે પોતે પોતાના ઉપર ફાયરીંગ કરાવવા માટે આરોપી પરેશને જણાવ્યું હતું જેથી તેને મકસુદનો સંપર્ક કરી ફાયરીંગ કરવાના રૂપિયા ૩ લાખ આપવાના નક્કી કરી કાવતરું રચ્યું હતું
ફરિયાદીએ પોતે જ કાવતરું રચી એક પિસ્તોલ અને ત્રણ જીવતા કાર્ટીસ આરોપી મકસુદને આપતા તેને ફાયરીંગ કર્યું હતું અને નક્કી થયા મુજબ મકસુદને રૂ ૩ લાખ પૈકી રૂ ૧.૫૦ લાખ આપી દીધા હતા એલસીબી ટીમે આરોપી પરેશ ગોપાલ ઉધરેજા રહે મોરબી પંચાસર રોડ પુષ્કર એપાર્ટમેન્ટ અને મકસુદ મહમદ હુશેન નકુમ રહે જુના બસ સ્ટેન્ડ પાસે મોરબી એમ બે આરોપીને ઝડપી લઈને બનાવમાં વપરાયેલ હથિયાર પિસ્તોલ અનંગ ૦૧ કીમત રૂ ૧૦,૦૦૦, બનાવને અંજામ આપવા લીધેલ રૂપિયા પૈકી રૂ ૧,૧૦,૦૦૦ અને ૩ મોબાઈલ ફોન કીમત રૂ ૨૫,૫૦૦ સહીત કુલ રૂ ૧,૪૫,૫૦૦ નો મુદામાલ કબજે લીધો છે
દેવું વધી જતા લેણદારો અવારનવાર ઉઘરાણી કરતા હોવાથી ફાયરીંગનું તરકટ રચ્યું
ફરિયાદી તરુણભાઈ ગામીને ધંધામાં રૂપિયાનું દેવું થઇ ગયું હતું અને લેણદારો અવારનવાર રૂપિયાની ઉઘરાણી કરતા હતા જે રૂપિયા આપવા ના પડે તે માટે જાતે ૩ લાખ રૂપિયા આપવાનું નક્કી કરી પોતાના પર ફાયરીંગ કરાવ્યું હતું જોકે પોલીસે ફરિયાદીના તરકટનો ભંડાફોડ કરી બંને આરોપીને ઝડપી લીધા છે